ગુરુગ્રામ (હરિયાણા): ઝારખંડ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શિબુ સોરેનને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. શિબુ કોરોનાના સંક્રમિત છે. જેમનો ઇલાજ રાંચીની મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો પરંતુ આજે સવારે તેમને ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
![પૂર્વ મુખ્યપ્રધાન શિબુ સોરેનને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:17:01:1598431621_hr-gur-01-shibu-soren-7203406_26082020125534_2608f_00811_734.jpg)
શનિવારે વીબૂ સોરેન અને તેમની પત્નિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી તે બન્ને આઇસોલેશનમાં હતા. ડૉક્ટરોની ટીમ ઘરે જ તેમનો ઇલાજ કરી રહી હતી. તેમનું સ્વાસ્થ્ય તપાસતા તેમને મંગળવારે સાંજે રાજધાની એક્સપ્રેસમાં તેમને દિલ્હી લાવવામાં આવ્યાં હતા અને બુધવારે સવારે તેમને ગુરૂગ્રામની મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ડૉક્ટર્સના મત મુજબ શીબૂ સોરેનને કોરોના થયો હોવાનુ જાણવા મળ્યું હતું. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર સમેત હરિયાણાના પ્રધાન અને ધારાસભ્યને કોરોના સંક્રમણ બાદ તેમનો ઇલાજ મેદાંતામાં ચાલી રહ્યો છે..