રૂહાનીનું આ નિવેદન ક્ષેત્રમાં અને સૈનિકો તેનાત કરવાની અમેરિકાની ઘોષણાની પુષ્ઠભૂમિ પર આવ્યું છે.
રુહાનીએ વાર્ષિક સૈનિક પરેડથી પહેલા ટેલીવિઝનમાં આપેલા પોતાના સંબોધનમાં કહ્યું કે, વિદેશી તાકાતો આપણા ક્ષેત્ર માટે અને આપણા લોકો માટે સમસ્યાઓ અને અસુરક્ષા ઉપજાવી શકે છે.
તેઓએ ક્હયું કે, ઇરાન આવનારા દિવસોમાં સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ યોજના રજૂ કરશે. આ ઉપરાંત રૂહાનીએ વધુમાં કહ્યું કે, આ સંવેદનશીલ અને મહત્વની ઐતિહાસિક ક્ષણમાં અમે આપણા પાડોશીઓ માટે એ જાહેરાત કરવા ઇચ્છીએ છીએ કે, અમે તેમની મિત્રતા અને ભાઇચારાને વધારીએ છીએ.
ઇરાન અને અમેરિકાના સંબંધ આ સમયે ખૂબ જ તણાવપૂર્ણ છે અને તેની શરૂઆત ગત્ત વર્ષે તે સમયે થઇ જ્યારે અમેરિકાએ 2015ના પરમાણુ કરારથી પોતાને અલગ કર્યું હતું અને ઇરાન પર વધુ દબાણો બનાવવા માટે અનેક પ્રતિબંધ લગાવ્યા હતા.
અમેરિકાના રક્ષા પ્રધાન માર્ક એસ્પરે શુક્રવારની ઘોષણા કરી કે, અમેરિકા સાઉદી અરબના અનુરોધ પર ત્યાં સૈનિકો મોકલી રહ્યા છે. તેઓએ ક્હયું કે, આ બળ રક્ષાત્મક પ્રકૃતિના હશે અને તેના પર પૂરતું ધ્યાન હવાઇ અને મિસાઇલ રક્ષા પર રહેશે.
રૂહાનીએ પોતાના ભાષણમાં ખાડી ક્ષેત્રમાં વિદેશી તાકાતોને દૂર રહેવા જણાવ્યું હતું. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકથી પહેલા સોમવારે ન્યૂયોર્ક જાવાનો કાર્યક્રમ છે.