કોર્બેટ નેશનલ પાર્કમાં કશ્મીર રેડ ફ્લાઇંગ ખિસકોલી જોવા મળી છે. જેને ઉડનારી ખિસકોલીના નામેે ઓળખવામાં આવે છે. જેને લઇને પાર્કમાં ખુશીનો માહોલ સર્જોયો છે.
કોર્બેટ નેશનલ પાર્કના વોર્ડન શિવરાજે જણાવ્યું કે આ ખિસકોલી પાકિસ્તાન જેવા દેશો પાસેથી મળી આવે તેમ છે. જે વૃક્ષમાં રહેતી જોવા મળે છે. આ દુર્લભ ખિસકોલી કોર્બેટ નેશનલ પાર્કમાં જોવા મળી હતી.
કશ્મીર રેડ ફ્લાઇંગ ખિસકોલી ઉડતી ખીસકોલીને નામે ઓળખાય છે. વન્યજીવ પ્રેમીઓનું કહેવુ છે કે આ જીવ દુર્લભ છે. જે રાત્રીના સમયે જ જોવા મળે છે. જેના આગળના પંજા અને પાછળના પંજામાં તેની ચામડી જોડાયેલી હોય છે. જ્યારે આ ખિસકોલી હવામાં હોય છે ત્યારે તે તેના બંને પંજાઓને ખોલી નાખે છે અને આસાનીથી હવામાં ઉડે છે.