ચારેય તરફ મંડરાઈ રહ્યું તાંડવ
આંકડાની વાત કરીએ તો મોતિહારીમાં 21 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે પ્રશાસને 14 લોકોના મૃત્યુની પુષ્ટી કરી છે. અરરિયામાં 14 લોકોના મોત થયા છે. જ્યારે પ્રશાસન તરફથી 10 લોકોના મોતની પુષ્ટી કરાઈ છે.
મધુબનીમાં 4 લોકોના મોત
તો મધુબનીમાં આ ભયંકર પૂરને કારણે 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. આપત્તિ સંચાલન વિભાગે (ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ) આ બાબતની પુષ્ટી કરી છે. કિશનગંજમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. સીતામઢીમાં પણ 4 લોકો આ ભયંકર પૂરનો શિકાર થઈ ચૂક્યા છે.
શિવહરમાં 6 બાળકીઓના મોત
સુપૌલમાં મૃતકોનો આંકડો 5 પર પહોચ્યો છે. જ્યારે શિવહરમાં 6 બાળકીઓના મોત થયા છે. મુઝફ્ફરપુરમાં 2 બાળકોના મોત થયા છે. દરભંગામાં પણ પૂરને કારણે અત્યાર સુધી 2 લોકો મૃત્યુ પામ્યા છે.
12 જિલ્લાના 22 લાખ લોકો પુરથી પ્રભાવિત
જણાવી દઈએ કે, સૂબેમાં 12 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. 22 લાખ લોકો પૂરની ઝપેટમાં છે. સરકાર આ સમસ્યાને પહોંચી વળવા તંત્રએ સંપૂર્ણ પણે પોતાની તૈયારી દાખવી છે.