- કોરોના સામે લડવા ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો UP સરકારને સહયોગ
- કંપનીના પ્રતિનિધિઓએ 50 હજાર PPE કીટ UP સરકારને પ્રદાન કરી
લખનઉ: વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઈમાં ઉત્તરપ્રદેશ સરકારને ઈ-કોમર્સ કંપની મદદ માટે આગળ આવી છે. COVID-19ના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે ફ્લિપકાર્ટ કંપનીએ 50 હજાર PPE કીટ UP સરકારને પ્રદાન કરી છે.
UP સરકારને કર્યો 50 હજાર PPE કીટનો સહયોગ
બુધવારના રોજ મુખ્યપ્રધાન નિવાસ સ્થાને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ફ્લિપકાર્ટના પ્રતિનિધિઓએ 50 હજાર PPE કીટ રાજ્ય સરકારને આપી હતી. કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, અપર મુખ્ય સચિવ સુચના નવનીત સહગલ, ફ્લિપકાર્ટ કંપનીના શિફ્ટ કોર્પોરેટ ઓફિસર અધિકારી રજનીશ કુમાર તેમજ કંપનીના યુપી ગવર્મેન્ટ રિલેશન હેડ હસન યાકૂબ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનાની લડાઈમાં રાજ્ય સરકાર સાથે ભાગીદારી
કોરોના સામેની લડાઈમાં ઉત્તર પ્રદેશ સરકાર સાથેની ભાગીદારી અંગે ફ્લિપકાર્ટ કંપનીના હેડ રજનીશ કુમારે કહ્યું કે, ફ્લિપકાર્ટ કંપની યુરોપના લોકોને કોરોનાના ચેપથી બચાવવા મદદ માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું અમને ગર્વ છે કે, અમે કોવિડ 19 સામે લડવામાં રાજ્ય સરકારને મદદ કરી રહ્યા છીએ. ગિવ ઈન્ડિયાના સહયોગથી ઉત્તરપ્રદેશ સરકારને 50 હજાર PPE કીટ આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ દર્દીઓની સેવામાં તેનો ઉપયોગ કરશે.
આ પહેલા પણ ફ્લિપકાર્ટ કોવિડ -19 રોગચાળા સામે લડવા માટે ઉત્તર પ્રદેશ સરકારને 50 હજારથી વધુ PPE કીટ અને N-95 માસ્ક દાન આપ્યા છે. ફ્લિપકાર્ટે દેશભરમાં કોવિડ -19 રોગચાળા સામે લડવા માટે અત્યાર સુધીમાં એક મિલિયનથી વધુ મેડિકલ ગાઉન અને 6 લાખ એન -95 માસ્ક પ્રદાન કર્યા છે.