તિરુવનંતપુરમ: કોરોના વાઈરસના કારણે આપવામાં આવેલ દેશવ્યપી લોકડાઉન વચ્ચે પોતાના વતનથી દુર અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોને સરકાર પોતાના વતન પરત ફરવા મદદ કરી રહી છે. કેરળમાં મોટી સંખ્યામાં ઉત્તર પૂર્વીય રાજ્યના મજૂરો ફસાયા છે. જેમને વતન મોકલવા 5 નોન સ્ટોપ ટ્રેનની વ્યવસ્થા સરકારે કરી આપી છે.
બિહારના 57000 ફસાયેલા કામદારોને રવિવારે કેરળના વિવિધ રેલવે સ્ટેશનોથી પાંચ નોન-સ્ટોપ ટ્રેનમાં તેમના રાજ્યમાં લઈ જવામાં આવ્યા હતા.
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવાર સાંજે એર્નાકુલમથી બરૂની અને મુઝફ્ફરપુર અને એક થ્રિસુરથી દરબંગા જતી એક ટ્રેન કેરળથી નીકળી છે. કોઝિકોડ અને કન્નુરથી બે ટ્રેનો અનુક્રમે કટિહાર અને બિહારના સહર્ષા માટે રવાના થઈ હતી. દરેક ટ્રેનમાં ફક્ત 1,140 મુસાફરો હતા અને સામાજિક અંતરની કોવિડ-19ની માર્ગદર્શિકાને અનુસરે છે.
યાત્રીઓને વ્યક્તિગત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે માસ્ક, સેનિટાઈઝર અને સાબુ આપવામાં આવ્યા હતા. 2 મેના રોજ બિહાર, ઓડિશા અને ઝારખંડના મોટી સંખ્યામાં ફસાયેલા કામદારોને કેરળના જુદા જુદા રેલ્વે સ્ટેશનથી પોતપોતાના રાજ્યમાં લઈ જવામાં આવ્યા હતા.
આ ટ્રેનો તિરૂર, કોઝિકોડ, એર્નાકુલમ અને આલુવાથી નીકળી હતી. તેમાંથી આશરે 1,100 કામદારો રાજ્યની રાજધાનીથી ઝારખંડના હતિયા જવા રવાના થયા છે. શુક્રવારે એક ટ્રેન અલુવાથી કોચિ નજીક ઓડિશા જવા માટે 1,110 મુસાફરો સાથે રવાના થઈ હતી.