નોઈડાઃ ગૌતમબુદ્ધનગરમાં કોરોના વાઈરસથી સંક્રમિત વધુ પાંચ લોકો મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં દર્દીઓની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. કોરોના વાઈરસના મામલે 3 નોઈડા જ્યારે બે કેસ ગ્રેટર નોઈડાન ગ્રામીણ વિસ્તારોમાંતી સામે આવ્યાં છે. તેઓની રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તેઓ તાત્કાલિક સારવાર માટે ગ્રેટર નોઈડાના એક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ, આ વિસ્તારોને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સેનેટાઝિંગ કરીને સીલ કરવામાં આવ્યા છે.
આ પાંચ નવા કેસ નોઈડાના પૉશ વિસ્તારના એટલે સેક્ટર 44 માંથી સામે આવ્યા છે. મેડીકલ તપાસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવતાં સેક્ટર 44ને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સીલ કરીને સેનેટાઝિંગ કરવામાં આવ્યું હતું.
બીજો કેસ નોઈડાના સેક્ટર 37 મકાન નંબર 1291 માંથી આવ્યો હતો. અન્ય એક કેસ નોઈડાના સેક્ટર 128 જેપી વિશ ટાઉન ગ્રુપ હાઉસિંગમાં પણ મળી આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ જગ્યાઓ સીલ કરી દેવામાં આવી હતી
ગ્રામીણ વિસ્તારમાં પહેલો કોરોના પોઝિટીવ કેસ....
ગ્રેટર નોઈડામાં પ્રથમ વખત ગ્રામીણ વિસ્તારોમાંથી કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગ્રેટર નોઈડાના કરુણા ગામમાંથી 2 લોકોમાં કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. જેમને સારવાર માટે ગ્રેટર નોઈડાની જીમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે અચ્છેજા ગામના આ વિસ્તારને સીલ કરી દીધો છે, અહીં સ્વચ્છતા કામગીરી શરૂ કરી હતી અને આસપાસના લોકોની અવરજવરને સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી.
આમ, કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડકાઈ પાલન કરવવામાં આવી રહ્યું છે. સાથે લોકોને પણ નિયમોનો અમલ કરવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે.