નવી દિલ્હી: કોરોના મહામારીને લઈ દિલ્હી સરકાર મહેસૂલની અછત સાથે ઝઝૂમી રહી છે, ત્યારે દિલ્હી સરકાર ભારતીય રાષ્ટ્રીય પ્રાધિકરણ હેઠળ રાજધાની દિલ્હીમાં બનનારા ફ્લાઈઓવર અને એલિવેટેડ કૉરિડૉરનું નિર્માણ કરાવશે.
PPP મૉડલ પર ફ્લાઈઓવર બનાવવામાં આવશે
છેલ્લા 5 વર્ષના કાર્યકાળમાં કેજરીવાલ સરકારે રાજધાની દિલ્હીમાં કેટલાક ફ્લાઈઓવર અને એલિવેટેડ કૉરિડોર બનાવવાનું એલાન જાહેર કર્યું છે, પરંતુ આ બધું જ કાર્ય હજુ કાગળો પુરુતું જ સીમિત છે. બીજા કાર્યકાળમાં દિલ્હી સરકારે PPP મૉડલ અટેલે કે, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપ હેઠળ ફ્લાઈઓવર એલિવેટેડ કૉરિડૉરનું નિર્માણ કરાવશે. જેમાં નિર્માણ ક્ષેત્રમાં મોટી કંપનીઓ આ પરિયોજનાઓમાં પૈસા લગાવશે. દિલ્હી સરકારે તેમની ચૂકવણી કરશે. સરકારે આ યોજના પર કામ આગળ વધારવા લોકનિર્માણ વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા છે. વિભાગના અધિકારી આ વિશે રણનીતિ તૈયાર કરી રહ્યાં છે.
સરકારે કેટલોક સાનુકૂળ અભિગમ અપનાવાનો રહેશે
લોક નિર્માણ વિભાગના વરિષ્ઠ અધિકારી કહે છે કે, યોજના તો સારી છે, પરંતુ લોક નિર્માણ વિભાગમાં આ રીતે પ્રયોગ ક્યારે પણ થયો નથી. સરકારે પ્રથમ વખત આ વિષય પર વિચાર કરવા માટે કહ્યું હતુ. આ યોજનામાં નિયમ વધુ કડક છે. આ માટે કંપનીઓ આગળ આવશે નહીં. સરકારે કેટલક સાનુકૂળ અભિગમ અપનાવાનો રહેશે.
લોક નિર્માણ વિભાગ આ પરિયોજનાને મળશે ગતિ
- બજીરાબાદ રોડને સિગ્નેચર બ્રિઝથી ભોપુરા બૉર્ડર સુધી સિંગ્નલ ફ્રી કરવાની યોજના
- આનંદ વિહારથી નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર બનનાર પ્રથમ ઈસ્ટ વેસ્ટના નામથી એલિવેટેડ કૉરિડૉર
- વજીરાબાદથી ધૌલા કુંવા પર બનનારો નૉર્થ સાઉથ કૉરિડોરના નામથી એલિવેટેડ કૉરિડોર
- અપ્સરા બૉર્ડરથી આનંદ વિહાર સુધી સિંગ્નલ ફ્રી પરિયોજના
- સિંગ્રનેચર બ્રિઝથી ડીએનડી સુધી બનનાર એલિવેટેડ કૉરિડૉર
તમને જણાવી દઈએ કે, ગત્ત કાર્યકાળમાં કેજરીવાલ સરકારે પણ એકપણ નવા ફ્લાઈઓવર, એલિવેટેડ કૉરિડોરનું નિર્માણ કર્યું નથી. શીલા દીક્ષિત સરકારે કાર્યકાળમાં વિકાસપુરીથી વજીરાબાદ રોડ સુધી સિગ્નલ ફ્રી કૉરિડૉરને અધુરુ કાર્ય પુરુ કર્યું હતું. આ સિવાય અધુરા સિગ્નેચર બ્રિઝનું કામ પુૃરુ થયું છે.