જયનગર પોલિસ સ્ટેશન વિસ્તારની ડીબી કોલેજના પાસે આવેલી દુલલિપટ્ટીની નજીક આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટેથી આવતા ટ્રક અને બોલેરો વચ્ચે સીધી ટક્કર થઇ હતી. ગામવાસીઓનું કહેવું છે કે, એક જ પરિવારની પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા હતાં. મૃતકે રસ્તા પર જડીબુટ્ટી વેંહચતો હતો, તેમજ તેની પત્ની અને 3 બાળકોના પણ મૃત્યુ થયા હતા.
પોલિસ ઘટનાસ્થળે પહોંચી ગામવાસીઓની મદદથી બોલેરોમાં ફસાયેલા મૃતદેહને બહાર કઢાયા હતા અને 2 ઘાયલ લોકોને દરભંગાની મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ચોક્કસ ઓળખ મળી શકી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.