ગોંડા: જિલ્લાના કરનૈલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત એક વેપારીના 6 વર્ષીય પુત્રનું કોઇ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. પુત્રના અપહરણ બાદ અપહરણકારોએ પરિવારને ફોન કરીને 4 કરોડની ખંડણી માગી હતી. જેમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી. તેમજ 4 કરોડની માંગણી કરનારી મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગોંડા પોલીસ અન એસટીએફની ટીમને 1 લાખ રૂપિયા ઇનામ આપવાની એડીજીએ જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારના રોજ કરનૈલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પાછળના વિસ્તારમાં રહેતા ગુટખા, પાન-મસાલાના વેપારી રાજેશ કુમાર ગુપ્તાના 6 વર્ષીય પુત્ર નમો ગુપ્તાનું અપહરણકારોએ અપહરણ કરી લીધું હતું. પરિવારના લોકોએ જણાવ્યું કે, કેટલાંક લોકો તેના વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવા માટે આવ્યા હતા. તેમજ એક કાગળ પર લોકોના નામ લખી રહ્યા હતા. આ સાથે તે વિસ્તારમાં સેનિટાઇઝરનું પણ વિતરણ કરવા પણ કહ્યું હતું. જ્યારે રાજેશ ગુપ્તા ઘરે પહોંચ્યો ત્યારે અપહરણકારોએ સેનિટાઇઝરની વાત કરી અને 6 વર્ષીય બાળકને પોતાની સાથે સેનિટાઇઝર ગાડીમાંથી કાઢવા લઇ ગયા હતા. ત્યાં પહોંચીને અપહરણકારો બાળકને ગાડીમાં બેસાડીને ફરાર થઇ ગયા હતા.
જે બાદ અપહરણકારોએ બાળકના પિતાને ફોન કરીને 4 લાખની ખંડણી માગી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણકારી પોલીસને મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી. તેમજ 4 કરોડની ખંડણી માંગનાર મહિલાની પણ પોલીસે ધરપકડ કરી હતી.