નવી દિલ્હી: દિલ્હીના છતરપુરમાં સૌથી મોટું કોવિડ સેન્ટર સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમાંથી 1 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના સંક્રમિત એક દર્દીનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા બાદ તેને રજા આપવામાં આવી છે.
મહેસૂલ વિભાગના એક સીનિયર ઓફિસરે જણાવ્યું કે, આ સમયે કોવિડ સેન્ટરમાં સામાન્ય લક્ષણોવાળા 180 દર્દી છે. તેમજ સોમવારે 21 દર્દીઓની પહેલી બેન્ચમાંથી 1 દર્દીને રજા આપવામાં આવી છે. કારણ કે, જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
સ્વસ્થ થઇ ગયેલા દર્દીઓને ITBPના જવાનો દ્વારા સ્મૃતિ ચિન્હ પણ ભેટ કરવામાં આવ્યું હતું. અધિકારીઓનું માનવું છે કે, આ સપ્તાહ બાદ બીજા દર્દીઓને રજા આપવામાં આવી શકે છે.