ચંદ્રયાન-2એ 21 ઓગસ્ટના રોજ સફળતાપૂર્વ ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરી દીધો છે. જે બાદ ચંદ્રયાન-2એ ચંદ્રની સપાટીથી લગભગ 2650 કિમીની ઉંચાઈથી તસવીર લીધી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ટ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ચંદ્રયાન-2 દ્વારા મોકલવામાં આવેલી ચંદ્રની તસવીરમાં ઓરિંએન્ટલ બેસિન અને એપોલો ક્રેટર્સની ઓળખ થઈ છે.
ચંદ્ર પર ઐતિહાસિક મિશન માટે જવા રવાના થયેલા ચંદ્રયાન-2એ ચંદ્રની પહેલી અદભૂત તસવીર મોકલી છે. ચંદ્રયાનના વિક્રમ લેંડરે ચંદ્રની સપાટીથી 2650 કિલોમીટરની ઉંચાઈએથી આ ફોટા પાડ્યા છે. આ અદભુત ફોટોને ઈસરોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.
ચંદ્રયાન-2એ 21મી ઓગષ્ટે એટલે કે ગઈ કાલે બુધવારે ચંદ્ર ના આ ફોટા પાડ્યા હતા. આ તસવીરમાં Mare Orientale basin અને અપોલો ક્રેટર્સ પણ જોઈ શકાય છે. આ પહેલા ઈસરોએ જાણકારી આપી હતી કે, ચંદ્રયાન-2ને ચંદ્રની બીજી કક્ષામાં પહોંચવા માટે 1,228 સેકન્ડ લાગી.નોંધનીય છે કે, ઈસરોના અધ્યક્ષ સિવને કહ્યું કે, ચંદ્ર પર ઉતરવા માટેનું ભારતનું પહેલું મુન મિશન ચંદ્રયાનને દુનિયામાં ઉત્સુકતા સાથે જોવામાં આવી રહ્યું છે અને આ મિશન વૈશ્વિક સ્તર પર મહત્વપૂર્ણ મિશન છે.
આ અગાઉ ISROએ 4 ઓગષ્ટે ચંદ્રયાન-2 તરફથી મોકલવામાં આવેલી પૃથ્વીની તસવીરો સામે આવી હતી.ચંદ્રના દક્ષિણ ભાગ પર પોતાનું યાન મોકલનાર ભારત દુનિયાનો પહેલો દેશ છે. આ ભાગ અંધકારમય છે. અહીં સૂર્યના કિરણો ના પહોંચતા હોવાથી ત્યાં હવામાન વધારે પમાણમાં ઠંડુ હોવાનું માનવામાં આવે છે. ચંદ્રયાન-2 એ ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરી લીધો હતો. મિશનથી યાન હવે માત્ર 18,000 કિલોમીટર જ દૂર છે. પૃથ્વીથી ચંદ્રનું અંતર 3 લાખ 73 હજાર કિલોમીટર છે. હવે ચંદ્રયાન 20 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચંદ્રની 4 વાર કક્ષાઓંથી પસાર થવુઉ પડશે.