- મેટ્રો ટ્રેન ડ્રાઇવર વિના જ ચાલશે
- 37 કિલોમીટરનું અંતર કાપશે આ ટ્રેન
- ભારતમાં પરિવહન અને પરિવહનના એક નવો યુગ શરુ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈન (જનકપુરી પશ્ચિમ-બોટેનિકલ ગાર્ડન) પર દેશમાં પ્રથમ ડ્રાઈવર વગર ચાલતી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે. આ સાથે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ભારતમાં પરિવહનનો એક નવો યુગ શરુ થશે.
આ પહેલા રવિવારના રોજ દિલ્હી મેટ્રોએ કહ્યું કે, નવી પેઢીની આ ટ્રેનોનું પરિવહનથી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) વિશ્વના એ સાત ટકા મેટ્રો નેટવર્કમાં વિશિષ્ટ સમૂહમાં સામેલ થશે. જે ડ્રાઈવર વગર પરિવહનની સેવા આપી રહ્યા છે.
37 કિલોમીટર લાંબી મજેન્ટા લાઈન પર જનકપુરી પશ્ચિમથી બોટેનિકલ ગાર્ડન વચ્ચે ડ્રાઈવર વગર મેટ્રો સેવા શુરુ થયા બાદ 57 કિલોમીટર લાંબી પિંક લાઈન પર મજલિસ પાર્ક અને શિવ વિહાર વચ્ચે 2021ના મધ્ય સુધીમાં ડ્રાઈવર વગર ચાલતી મેટ્રો સેવા શરુ કરવામાં આવશે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દિલ્હી મેટ્રો મજેન્ટા લાઈન (જનકપુરી પશ્ચિમ-બોટેનિકલ ગાર્ડન) પર ભારતની પ્રથમ ડ્રાઈવર વગરની ટ્રેન તેમજ એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ સેવાનું ઉદ્ધાટન કરશે.
ડ્રાઈવર વગરની ટ્રેન શરુ થવાથી તેમાં માનવ હસ્તક્ષેપ ઓછોમાં ઓછો રહેશે. પિંક લાઈન પર 2012 સુધીમાં ડ્રાઈવર વગરનું પરિવહન શરુ થવાની સંભાવના છે. આ સાથે ડ્રાઈવર વગરની મેટ્રોનું પરિવહન અંદાજે 94 કિલોમીટરનું થઈ જશે.
દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ સંપુર્ણ રીતે લાગુ થવાથી દેશને કોઈ પણ ખુણે ડેબિટ કાર્ડનો ઉપયોગ પ્રવાસી કરી શકશે. આ સુવિધા દિલ્હી મેટ્રોના સમૂચે નેટવર્ક પર 2022 સુધી ઉપલબ્ધ કરવવામાં આવશે.