તિરૂવનંતપુરમ : કોરોના મહામારીને લઇને સંયુક્ત આરબ અમીરાતમાં ફસાયેલા લોકોને લેવા માટેનું પ્રથમ પ્લેન 12 કલાકને 30 મિનિટ પર રવાના થયું હતું. આ ઉપરાંત એયર ઇન્ડિયાનુ વધુ એક પ્લેન અબુધાબી ખાતે જવા રવાના થશે.
સુત્રોના જણાવ્યાં અનુસાર ભારતીય લોકોને લેવા માટે પ્લેન કોચિનથી અબુધાબી ખાતે જવા રવાના થયુ છે. જે પ્લેન 3 કલાકે અબુધાબી ખાતે પહોંચી જશે, ત્યારબાદ 4:15 કલાકે પ્રવાસીઓને લઇને પરત ફરશે.
સુત્રોના જણાવ્યાં અનુસાર પ્લેન કોચિન ખાતે રાત્રે 9:40 કલાકે 181 લોકોને લઇને પરત ફરશે.
આ ઉપરાંત એયર ઇન્ડિયાનું અન્ય એક પ્લેન કોઝિકોડ ખાતેથી 1:20 કલાકે રવાના થયું હતું. જે સાંજે 5 કલાકે 182 લોકોને લઇને દુબઇ ખાતેથી પરત ફરશે જે રાત્રે 10 કલાકે ફરી કોઝિકોડ એયરપોર્ટ પર પહોંચશે.
આધિકારીક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 પ્લેનથી છેલ્લા 5 દિવસમાં 2000 લોકોને રાજ્યમાં પહોંચાડાયા છે. આ તમામ પ્રક્રિયા વચ્ચે પ્રવાસીઓની તપાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.