ઉત્તર પ્રદેશઃ અલીગઢના સિવિલ લાઇન વિસ્તારના હમરદર્દનગરમાં ટેમ્પો અને એક્ટિવાની ટક્કરથી ગુસ્સે થયેલા ઈસમે તેના સાથીદારો સાથે પથ્થરમારો કર્યો, ગોળીબાર કર્યો અને હુમલો કર્યો હતો. બદમાશોએ બંદૂકનો પાછળનો ભાગ મારીને ડૉક્ટરના માથામાં ઈજા પહોંચાડી હતી. તે જ સમયે પુત્રના હાથમાં ગોળીથી ઈજા થઈ હતી. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત પિતા અને પુત્રને સારવાર માટે મેડિકલ કોલેજ મોકલી દેવાયા છે. આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આખી ઘટનાને એક કલાક પણ થયો ન હતો કે, આરોપી અકરમ તેના સાથીઓ સાથે ડોક્ટરના ઘરે પાછો ગયો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ સમયે અકરમ સાથે 15-20 લોકો હાજર હતા, જેમના હાથમાં લાઠી અને બંદૂકો હતી. શેરીમાં પ્રવેશતા જ ડૉક્ટરના ઘરે ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના કારણે ડૉક્ટરનો પરિવાર સંપૂર્ણ રીતે ગભરાઈ ગયો. વીડિયો પણ સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. એસપી સિટી અભિષેકે જણાવ્યું કે, બંને વચ્ચે વિવાદ થયો હતો. જેના કારણે બે લોકો ઘાયલ થયા છે. તબીબી સારવાર માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો, પરંતુ આરોપી ફરાર થઈ ગયા હતા. તે જ સમયે સીસીટીવી વીડિયો દ્વારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.