મુંબઈઃ થાણેમાં આવેલા એક ઔદ્યોગિક એકમમાં અને કોલાબામાં એક ગોડાઉનમાં ગત રાત્રે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ ઘટનાઓમાં મોટાપાયે નુકસાન થયું હોવાની માહિતી મળી છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ સેલના વડા સંતોષ કદમે જણાવ્યું કે, આગ અગરબત્તી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રાત્રે 9.15 કલાકે લાગી હતી, ત્યારબાદ આ આગ પરિસરના વિવિધ ભાગોમાં ફેલાઈ હતી. ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.