ગુજરાતના સુરતમાં કોચિંગ સેન્ટરમાં ભીષણ અગ્નિકાંડને દેશ હજી ભૂલી નથી શક્યો. ત્યાં શનિવારે વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટના ફરીદાબાની ડબુઆ કૉલોનીની છે. જ્યાં એક ખાનગી શાળામાં ભયંકર આગ લાગી હતી.આગ એટલી ખતરનાક હતી કે આસપાસના લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. થોડાક જ સમયમાં આગ પડોસની એક કપડાની દુકાન સુધી પહોંચી ગઈ અને દુકાન પણ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી.
આગ લાગવાની જાણકારી મળ્યા બાદ ફાયર બ્રિગેડના કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા તો ખરા પરંતુ રસ્તો નાનો હોવાન કારણે તેમને આવવામાં વધારે સમય લાગ્યો હતો. આગના કારણે શાળાના પટ્ટાંગણમાં બે બાળકો સહિત એક મહિલાના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.
હાલ તો આગ પર ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કાબૂ મેળવી લીધો છે. પરંતુ એ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે સૂરત અગ્નિકાંડ બાદ પણ તંત્ર અગ્નિશમન સુરક્ષા માટે સતર્ક કેમ નથી થયુ. કેમ વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. જો શાળામાં પર્યાપ્ત સુરક્ષાની સુવિધાઓ હોત તો આગથી બચી શકાયું હોત, પરંતુ કમનસીબે એમ નથી થયુ.