પીએમ આવાસમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે, મળતી માહિતી મુજબ સાત લોક કલ્યાણ રોડ પર આવેલા પીએમ આવાસમાં આગ લાગી છે. ફાયર ફાઇટરનની 9 ગાડીઓ ઘટના સ્થળ પર આગ ઠારવામાં લાગી ગઈ છે.
પીએમ હાઉસમાં આગ ક્યાં લાગી છે, એ સ્પષ્ટ થયું નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આગ લગભગ સાંજે 7.25 કલાકે લાગી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ આગની ઘટના નાની છે.