જિલ્લાના વનસ્થલીપુરમ વિસ્તારમાં સુષમા થિએટર પાસે ટાયરના એક ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. કલાકોની જમહેનત બાદ રહેણાંક વિસ્તારમાં આગ ફેલાય તે પહેલાં આગ પર કાબૂ મેળવવામાં પર ફાયર ટીમ સફળ રહી હતી. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
વનસ્થલીપુરમ ફાયર સ્ટેશનના SFO શ્રીનિવાસે જણાવ્યું હતું કે, "અમને આગ લાગવાની માહિતી સાંજે 6.30 કલાકે મળી. તેની ગણતરીની મીનિટોમાં ફાયરબ્રિગેડની ટીમને ઘટના સ્થળે મોકલી દીધી હતી."
આમ, ફાયર ટીમની સજાગતા કારણે એક મોટો અકસ્માત થતો અટક્યો છે. જો ફાયર ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી ન હોત તો આગ રહેણાંક વિસ્તાર પ્રસરી શકે તેમ હતી, અને જો આગ વિકરાળ થાંત તો અનેક લોકોના મોત થવાની શક્યતા હતી.