- ગાજીપુર ડમ્પિંગ યાર્ડમાં લાગી આગ
- યાર્ડની આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલી
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ખતરનાક વાયુ પ્રદૂષણ વચ્ચે ગાજીપુર ડમ્પિંગ યાર્ડમાં આગ લાગી હતી. જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં ખતરનાક વાયુ પ્રદૂષણ વચ્ચે ગાજીપુર ડમ્પિંગ યાર્ડમાં આગ લાગી હતી. આગ પર કાબૂ તો મેળવાયો છે પરંતુ તેના ધુમાડાને કારણે દિલ્હીની હવા વધુ ઝેરીલી બની છે.
આગના કારણે સ્થાનિકોને મુશ્કેલી
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મંગળવારે મોડી રાત્રે ગાજીપુર ડમ્પિંગ યાર્ડમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો અને ધીમે ધીમે આગ લાગી હતી. જેણે બાદમાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. યાર્ડની આસપાસ રહેતા લોકોને આગના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
ડમ્પિંગ યાર્ડમાં વારંવાર બને છે આગની ઘટના
લોકો કહે છે કે, ડમ્પિંગ યાર્ડમાં વારંવાર આગ લાગવની ઘટના બનતી રહે છે, જેના કારણે લકોને મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ તેનો ઉપાય મળી શક્યો નથી. યાર્ડમાં જમા થયેલા કચરાના ઢગ પડવાથી 2 લોકોના મોત થયા હતા. છતાં વહીવટી તંત્રને આ સમસ્યાનું સમાધાન લાવવા કોઈ ઉપાય મળી શક્યા નથી.