બડગામ જિલ્લામાં આજે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરુ થઇ ગઇ છે. બંને તરફથી ગોળીબારી ચાલુ છે. આ એન્કાઉંન્ટરની પૂર્ણ જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઇ નથી.
મળતી માહિતી મુજબ સેનાએ વિસ્તારનો ધેરાવો કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. સેનાને માહિતી મળી છે કે બડગામના ક્રાલપોરમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા છે. ત્યાર બાદ સેનાએ વિસ્તારનો ધેરાવો કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. બીજી તરફ સેનાને જોઇને આતંકવાદીઓએ પણ ફાયરીંગ શરૂ કરી દીધુ હતું. સેના તેનો સામનો કરી રહી છે.