બેંગ્લુરૂઃ દેશ આ સમયે કોરોના વાઇરસના મહાસંકટથી ઝજૂમી રહ્યો છે અને ત્યારે કોંગ્રેસ અને ભાજપમાં ધમાસાણ ચાલી રહ્યું છે. આ ધમાસાણની વચ્ચે કર્ણાટકના શિમોગા જિલ્લામાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
11 મેના દિવસે કોંગ્રેસ પાર્ટી તરફથી ખોટા દાવા કરવામાં આવ્યા હતા અને કેન્દ્ર સરકાર પર જૂઠાણાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાં PM કેર ફંડ્સ સાથે જોડાયેલા અમુક આરોપ લાગેલા હતા, જે ખોટા હતા.
જેના આધાર પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ IPC કલમ 153, 505 હેઠળ એફઆઇઆર દાખલ કરવાાં આવી છે. જેમાં અપીલ કરવામાં આવી છે કે, સોનિયા ગાંધી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ. આ એફઆઇઆર પ્રવીણ નામના એક સ્થાનિક વકીલ દ્વારા દાખલ કરવામાં આવી છે.
આ સિવાય કોરોના સંકટ દરમિયાન PM કેર ફંડની માહિતી જાહેર કરવા અપીલ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને નેતા રાહુલ ગાંધીને સોશિયલ મીડિયા દ્વારા આ તરફ સતત નિશાન બનાવવામાં આવે છે. આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે.
વધુમાં જણાવીએ તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે અગાઉ પણ બેઠક યોજી હતી. જ્યારે આગામી દિવસોમાં દેશના વિરોધી પક્ષો સાથે સંયુક્ત બેઠકની તૈયારી ચાલી રહી છે, જેમાં કોરોના સંકટ અંગે ચર્ચા થશે.