મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા કમલનાથ અને આઠ અન્ય વિરુદ્ધ રાજ્યમાં જાહેર સભા દરમિયાન કોવિડ -19 ના નિયમનો ભંગ બદલ IPC અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.
મંગળવારના રોજ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અરવિંદ મહોર દ્વારા સોમવારે લેખિત ફરિયાદના આધારે કમલનાથ અને આઠ અન્ય સામે દતિયા જિલ્લાના ભંડેર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.
કમલનાથે રાજ્યમાં જાહેર સભાઓમાં કોરોના નિયમ તોડવા બદલ FIR દાખલ કરાઇ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દાખલ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે કમલાનાથની સભાઓમાં 100 કરતા વધારે લોકો એકઠા થયા હતા અને રેલીમાં કોઈ સામાજિત અંતર જોવા મળ્યું ન હતું. સાથે એમ પણ કહ્યું હતું કે સ્ટેજ પર હાજર નેતાઓએ માસ્ક પણ પહેર્યા ન હોતા.
FIR નોંધાયા બાદ મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે સરકાર કમલનાથની લોકપ્રિયતાથી ગભરાય છે, તેથી તે આ પ્રકારનું કાવતરું કરી રહ્યું છે.