ચૂંટણી પંચે એક ટીવી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યુંમાં વિવાદીત નિવેદન આપવાના કારણે સાધ્વી પર શનિવારે કારણ બતાવો નોટીસ આપી હતી. ચૂંટણી પંચે ટીટી નગર પોલીસ સ્ટેશનમાં આચાર સંહિતાના ઉલ્લંધનની ફરિયાદ નોંધી છે.
સાધ્વી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ 188 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે સાધ્વી પાસે હેમંત કરકરે તથા બાબરી મસ્જિદને લઈ વિસ્તૃત અહેવાલ માંગ્યો છે.