લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભાજપ નેતાના વિવાદિત પોસ્ટર લગાડવા પર કોંગ્રેસ નેતા સુધાંશુ વાજપેયી અને લાલુ કનૌજિયા પર FIR દાખલ કરવામાં આવી છે. જેમાં નેતાઓની સાથે, બેનર છાપનારા પ્રિન્ટિંગ પ્રેસ પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
કોગ્રેસ પાર્ટીએ પોસ્ટરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યા, રાધા મોહનદાસ અગ્રવાલ, સંગીત સોમ અને સાધ્વી પ્રજ્ઞાનો ફોટો દર્શાવ્યો હતો. જેથી પોલીસે આ પોસ્ટરને હટાવી લીધું છે. આ ઉપરાંત યોગી આદિત્યનાથ વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપમાં કોગ્રેસ નેતા સહિત પ્રિન્ટિંગ પ્રેસના માલિક સામે FIR નોંધી છે.