નવી દિલ્હી: જામિયા યુનિવર્સિટીની લાયબ્રેરીમાં ઘુસીને પોલીસે વિદ્યાર્થીઓને માર માર્યો હતો. જેના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. ક્રાઈમ બ્રાંચ હવે તે પોલીસ કર્માચારીઓની તપાસ કરી રહી છે. જે વીડિયોમાં દેખાઇ રહ્યાં છે. જેના આધારે એક્શન લેવામાં આવશે.
15 ડિસેમ્બરે જામિયા મિલિયા યુનિવર્સિટીમા હિંસાની ઘટના સામે આવી છે. જામિયામાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પથરાવ કર્યો હતો. જેને રોકવા માટે પોલીસ જામિયા યુનિવર્સિટીની લાયબ્રેરીમાં જઇને વિદ્યાર્થીઓને માર માર્યો હતો.
15 ડિસેમ્બરે પ્રદર્શન દરમિયાન કયા પોલીસ કર્મચારીઓ ડ્યૂટી પર હજાર હતી. સૂત્રોના પ્રમાણે જાણકારી મળ્યા બાદ પોલીસ કર્મચારીઓને પૂછપરછ માટે બોલવવામાં આવશે. જે પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીઓને માર માર્યો હતો.
નોંધનીય છે કે, CCTV ફૂટેજ પ્રમાણે દિલ્હી પોલીસ પર કાર્યવાહી થઇ શકે છે. પોલીસ સામે FIR પણ નોંધાઇ શકે છે.