રાહુલ ગાંધીએ BJPની સરકાર સમયે કંધાર વિમાન અપહરણના આરોપી અઝહર મહમૂદને રજા આપવાની વાત કરતા કહ્યુ કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અઝહર મહમુદનો હાથ પકડીને તેને વિમાનમાં બેસાડ્યો હતો. આ મુદ્દા પર વાત કરતા સમયે રવિશંકર પ્રસાદે "અઝહર જી" શબ્દ કહ્યો હતો. આ વાતને યાદ કરતા રાહુલ ગાંધીએ જ્યારે રવિશંકરના શબ્દો કહ્યા " અઝહર જી" તો વિડીયોમાં આ બાબતને રાહુલે કહેલા શબ્દો બનાવીને જાહેર કરવામાં આવ્યા અને પ્રચાર તંત્રના આ ખેલને સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મીએ પણ સાચી માની લીધી છે.
હાશ્મીએ ફરિયાદમાં કહ્યુ છે કે, 12 માર્ચે હું પોતાના ભીખનપુર સ્થિત આવાસ પર સમાચાર જોઈ રહ્યો હતો, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોસ્ટ વોન્ટેડ આરોપી અઝહર મસૂદ, કે જે પુલવામામાં થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે, તેને તેઓ "જી" કહીને સંબોધન કરી રહ્યા હતા.
ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે, આવુ કરીને રાહુલે ભારતીય સેનાનું મનોબળ તોડવાનું કામ કર્યુ છે. આ પરિપત્ર બાબતે કોર્ટની સુનાવણી 16 માર્ચના દિવસે થશે.