લખનઉ: પોતાની ટ્રાવલ હિસ્ટ્રી છુપાવીને લખનઉમાં એક પાર્ટીમાં લોકોના સંપર્કમાં આવનારી કોરોના પોઝિટિવ કનિકા કપૂર વિરૂધ સરોજની નગર પોલીસ વિસ્તારમાં ફરિયાદ દાખલ કરાવામાં આવી છે.કનિકા વિરૂધ IPC ની કલમ 182,269,270 ના અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કનિકા કપૂરના વિરૂધ આપાતકાલીન સ્થિતિમાં બીમારી છુપાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બોલીવુડ સિંગર કનિકા કપૂર કોરોના વાઇરસની ચપેટમાં આવી ચૂકી છે. તે કોરોના વાઇરસ રિપોર્ટમાં પોઝિટિવ આવી છે. તમને જણાવી દઇએ કે 15 માર્ચના રોજ કનિકા લંડનથી લખનઉ આવી અને એરપોર્ટ પર કર્મીઓની મિલીભગતથી વોશરૂમમાં છુપાઇને નિકળી ગઇ હતી. લખનઉના મહાનગરમાં હાલ ગેલેન્ટ એપાર્ટમેન્ટમાં તેમને 100થી વધુ લોકોએ પાર્ટી આપી હતી.
આ ઉપરાંત બીજી તરફ આજે કોરોના ટેસ્ટમાં તે પોઝિટિવ જોવા મળી છે. કનિકા કપૂર લખનઉની તાજ હોટલમાં પણ ગઇ હતી. પાર્ટીમાં તમામ મોટા ઓફિસરો અને ઘણા નેતા સામેલ હતા. સમગ્રમાં એપાર્ટમેન્ટમાં હડકંપ છે. દરેક લોકો ડરેલા છે. નોકર ચાકર અને પાર્ટી કેટરસના તમામ કર્મી પણ દહેશતમાં છે.