- શાહપુર વિધાનસભામાં ચૂંટણી દરમિયાન બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી
- એક પક્ષના 6 લોકો થયા ઘાયલ
- RJDના ઉમેદવાર દ્વારા બૂથ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પીડિતોનો આરોપ
બિહારઃ ભોજપુર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર મતદાન સમાપ્ત થયું છે. દિવસભર લગભગ તમામ સ્થળોએ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હતી. પરંતુ મતદાનની અંતિમ ક્ષણે શાહપુર વિધાનસભામાં બે ઉમેદવારોના સમર્થકો વચ્ચે બૂથની બહાર જોરદાર બોલાચાલી અને મારામારી થઇ હતી.
6 લોકો થયા ઘાયલ
લાઠી-ડંડા અને ઈંટ- પથ્થરની મારપીટમાં એક પક્ષના અડધા ડઝન( 6) જેટલા લોકો ઘાયલ થયા હતા. પીડિતોનું કહેવું છે કે શાહપુરના RJDના ઉમેદવાર રાહુલ તિવારી ઉર્ફે મન્ટુ તિવારીના સમર્થકો બૂથ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ઈંટ અને પથ્થરની હુમલો
બૂથ પર કબજો કરવાનો પ્રયાસના વિરોધ કરવા પર રાહુલ તિવારીના સમર્થકોએ ઈંટ, પથ્થરથી હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે તપાસ કરવામાંં આવી રહી છે. પરંતુ પ્રથમ દૃષ્ટિએ, પારિવારિક વિવાદમાં લડવાની બાબત બહાર આવી છે.