પ્રાપ્ત વિગતો મુજબ, સાઉથ દિલ્હીના યાદવ સરાય વિસ્તારના દિલ્હી હાટ મોલમાં રાત્રીના લગભગ 10 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ આગ લાગવાને કારણે કરોડોનું નુકશાન થયું હતું, ત્યારે ઘટના સ્થળ પર ફાયર ફાઈટરની 5 ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, બીજી તરફ દિલ્હી સરકાર તરફથી ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સને મોકલીને આગને બુઝાવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શો-રુમ માલિકના જણાવ્યાં મુજબ, આગને કારણે કરોડો રુપિયાનું નુકશાન થયું છે. આગ લાગતાની સાથે જ ફાયર ફાઈટરને ફોન કરવા છતાં ફાયર ફાઈટરની ગાડી મોડી આવી હતી. તમને જણાવી દઈએ કે, આ બિલ્ડીંગમાં કપડા બનાવવાનું કામ કરવામાં આવતું હતું. બીજી બાજુ ચોકીદારનું કહેવું છે કે, જ્યાં સુધી અમને આગ લાગવાની ખબર પડે ત્યાં સુધીમાં તો આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું.