પટનાઃ બિહારનાં પાટનગરમાં કુદરતની કમાલ જોવા મળી છે. બકસરમાં રહેવાસી નઈમુદ્દીનના 6 મહિનાનાં દિકરાના પેટમાં ગર્ભ જોવા મળ્યો હતો. જેનો ઉપચાર તેના પિતા બકસરમાં કરાવી રહ્યા હતા. તેમ છતા પેટમાં રહેલો ગર્ભ વધી રહ્યો હતો. તેની તબિયત ખરાબ થઈ રહી હતી. તબિયત વધુ ખરાબ થતા તેને પટનાની PMCHમાં રિફર કરવામાં આવ્યો હતો.
બાળરોગ વિભગના વડા ડૉ. અમરેન્દ્ર કુમારે જણાવ્યું કે, ભારે જહેમત બાદ મોઈનઉદ્દીન ઈરફાનનું સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતું. PMCHમાં નિકુ-પીકુ વોર્ડ બનાવી દેવામાં આવ્યો છે. નિકુ અને પીકુ વોર્ડની સર્જરી માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
દોઢ કિલોનો ગર્ભ બહાર કાઢવામાં આવ્યો
PMCHમાં 20 જાન્યુઆરીએ શિશુ વોર્ડમાં મોઈનઉદ્દીન ઈરફાનને દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરે તેનો સિટી સ્કેન કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ મુજબ તેના પેટમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. પરંતું ડૉક્ટરે તેનું ઓપરેશન શરૂ કર્યા બાદ જાણ થઈ કે, તેના પેટમાં ગર્ભ છે. આ વાત સામે આવતા તેને બાળકોના ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા દોઢ કલાકનું જટીલ ઓપરેશન કરી ઈરફાનના પેટમાંથી દોઢ કિલોનો ગર્ભ બહાર કાઢવામાં આવ્યો હતો.
નિકુ-પિકુ વોર્ડમાં સર્જરી કરવાની વ્યવસ્થા નથી
આ સમગ્ર શસ્ત્રક્રિયાનું નેતૃત્વ કરી રહેલા બાળ વિભાગના HOD ડૉ. અમરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, અથાક પ્રયત્નો પછી મોઈનુદ્દીન ઈરફાનનું ઓપરેશન સફળ રહ્યું છે. પટનાના PMCHમાં નિકુ-પીકુ વોર્ડ બનાવી દેવામાં આવ્યો છે. નિકુ-પીકુ વોર્ડની સર્જરી માટેની કોઈ વ્યવસ્થા નથી. ડૉકટરોની આખી ટીમે આરોગ્ય પ્રધાન અને મુખ્ય સચિવને વિનંતી કરી છે કે, પટણાના PMCHમાં જલદીથી નીકુ અને પીકુની ઓપરેશન થિયેટર બનાવવામાં આવે, જેનાથી ડૉકટરોને જટિલમાં જટિલ કામગીરી કરવામાં સરળતા પડશે.
બાળકના પિતાએ સર્જનની ટીમનો આભાર માન્યો
ડૉ. અમરેન્દ્રએ જણાવ્યું કે, આ ઓપરેશન સફળ રહ્યું છે, બાળકની તબિયત સારી છે. જો કે, 48 કલાક મોઈનુદ્દીન ઈરફાન માટે મહત્વના છે. 48 કલાક સુધી કંઈ કહેવું શક્ય નથી. ડૉક્ટરોને વિશ્વાસ છે કે, ઓપરેશન બાદ ઈરફાન જલદી સાજો થઈ જશે, અને ઘરે જઈ શકશે. આ ઘટનાની જાણકારી મળતા બાળકોના વિભાગ બહાર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ઓપરેશન પુરૂ થયા બાદ ઈરફાનના પિતાએ ડૉક્ટરોનો આભાર માન્યો હતો.