દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંધ (ડીડીસીએ)એ મંગળવારના રોજ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલી પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટેડિયમ હવે અરુણ જેટલીના નામથી ઓળખાશે. આનું નામકરણ 12 સપ્ટેમ્બરના રોજ એક સમારંભમાં કરવામા આવશે.
આ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યું છે. જેની અગાઉ જાહેરાત કરવામા આવી હતી.