ETV Bharat / bharat

તાંત્રિકના ચક્કરમાં પિતાએ તેમના પાંચ બાળકોની હત્યા કરી - હરિયાણા પોલીસ

હરિયાણાના ડિંડવાડા ગામમાં તાંત્રિકના ચક્કરમાં એક વ્યકિતએ પોતાના 5 બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમણે પહેલાં તેના બે છોકરાની હત્યા કરી ત્યારબાદ બે છોકરીઓને પણ મોતને ઘાટ ઉતારી હતી.

jind
હરિયાણા
author img

By

Published : Jul 24, 2020, 1:56 PM IST

હરિયાણા : ડિંડવાડા ગામમાં બંને બહેનાના અપહરણ મામલે મોટો ખુલાસો થયો હતો. જેમાં બંને બહેનોની હત્યા તેના પિતાએ જ કરી હોવાનું સામે આવ્યું હતુ. પંચાયત સામે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. આ પહેલાં આરોપીએ તેના ત્રણ બીજા બાળકોની પણ હત્યા કરી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

પંચાયત સામે આરોપીએ કહ્યું કે, તે બાળકોનું પાલનપોષણ કરવા માટે સક્ષમ નહોતો. તે માટે બાળકોને મોટા થતાં પહેલાં જ મોતને ઘાટ ઉતારી દેતો હતો. બીજી તરફ ગામલોકોનું કહેવું છે કે, તે એક તાંત્રિકના સંપર્કમાં હતો. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, આરોપી તાંત્રિકની વાત પર આવીને આ હત્યાઓ કરી રહ્યો હતો.

આશ્ચર્યની વાત એ છે કે, આરોપીએ કોઇ બાળકોનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું ન હતું. જાણકારી અનુસાર આરોપી પિતાએ તેની બંને છોકરીઓને દવા પીવડાવીને સૂવડાવી દીધી હતી. ત્યારબાદ તેને નહેરમાં ફેંકી દીધી હતી. પોલીસે આ મામલે આરોપી સામે કેસ દાખલ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.