- ખેડૂત આંદોલનનો આજે 25મો દિવસ
- દિલ્હી બોર્ડર પર ખેડૂતો અડગ
- પંજાબમાં શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે
નવી દિલ્હી :કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 25મો દિવસ છે. ખેડૂતો કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠને આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપશે. દિલ્હીની બોર્ડર સહિત પંજાબ ભરમાં ખેડૂતો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ખેડૂત સંગઠનોના પદાધિકારીઓ પોતાના ગામમાં આજે આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરશે. જેમાં ખેડૂત સંગઠનોના સભ્યો સિવાય ગ્રામ પંચાયત, સામાજિક સંગઠન જોડાશે.
ખેડૂતોની સારવાર માટે મદદ કરી રહ્યો છે મેડિકલ સ્ટાફ
પંજાબની વિવિધ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ મદદ માટે સિંધુ બોર્ડર (દિલ્હી-હરિયાણા બોર્ડર ) પર પહોંચી રહ્યા છે. હર્ષદીપ કૌરે જે લુધિયાણાની એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી રહી છે. તેમણે કહ્યું કે, અમે આંદોલનકારી ખેડૂતોના સમર્થન માટે તૈયાર છીએ, પરંતુ જો કોઈ બીમાર પડે છે તો અમે તેમામ લોકોની સારવાર કરવા માટે તૈયાર છીએ.