માસુમ મુરાદ આબાદીએ જણાવ્યું કે, તેમના મૃત્યુ પછીથી દિલ્હીની અદબી તેહજીબી જિંદગી નિર્જન થઈ ગઈ છે. તેઓ અમારી ગંગા જમની તેહઝિબની અંતિમ વ્યક્તિ હતા. જેમણે ઉર્દૂ ભાષા અને ઉર્દૂ તેહઝિબને વહન કર્યું હતું. તે કાશ્મીરી પંડિત હતા. તેમના પિતા જાર દેહલવી, ઉસ્તાદ દગ દેહલવીના શિષ્ય હતા.
માસુમ મુરાદ આબાદીએ વધુમાં કહ્યું કે, ગુલાબનું ફૂલ હંમેશાં તેની શેરવાની પર રહેતું હતું. તે હંમેશાં શેરવાની પહેરતા એટલે હું તેમને ગુલ એ ગુલઝાર કહેતો હતો. વધુમાં તેમણે કહ્યું કે, દિલ્હીમાં હજારો લોકો હતા જે ગુલઝાર દેહલાવીને ખૂબ જ ચાહતા હતા. જેને મળતા તેઓ ખૂબ જ ખુશ થતા હતા. સ્વાભાવિક છે કે તે, બધા લોકોને તેમની અંતિમ યાત્રામાં જોડાઇ શક્યા ન હતા. તેમના કહેવા પ્રમાણે, ભારતમાં જ નહીં જ્યાં જ્યાં ઉર્દુ ભાષા બોલાય છે, ત્યાં લોકોઆ દુઃખ વ્યક્ત કર્યું છે.