ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના નાકા હિંડોળા વિસ્તારમાં શુક્રવારે હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નેતા કમલેશ તિવારીની ગોળી મારીને હત્યા થઈ હતી. પોલીસે ગુજરાતના સુરતમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ મામલામાં ઉત્તર પ્રદેશના DGP ઓપી સિંહે જણાવ્યું કે, કમલેશ તિવારી હત્યાકાંડ મામલામાં ત્રણ આરોપીઓની ઓળખાણ કરી લેવામાં આવી છે. આરોપીઓની ગુજરાતના સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો..કમલેશ તિવારી હત્યાકેસઃ કેટલાક લોકો પ્રદેશમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરે છે- યોગી આદિત્યનાથ
તેમણે જણાવ્યું કે, પોલીસે ઘટના સ્થળેથી મળેલા મિઠાઈના ડબ્બાના પૂરાવા બાદ હત્યાના આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી. આરોપીઓએ ગુનો કબુલ કરી લીધો છે.
આ પણ વાંચો..કમલેશ તિવારી હત્યાકાંડઃ આરોપી રશીદ પઠાણની માતા સાથે ETV BHARATની ખાસ વાતચીત
આ અગાઉ શનિવારે ત્યાં કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. પ્રશાસને માગ માન્યા બાદ પરિવારજનોએ અંતિમ સંસ્કાર માટે તૈયાર થયો હતો.
કમલેશ તિવારીના પરિવારે લેખિતમાં પરિવારના એક સભ્યને નોકરી, ધર, મુખ્યપ્રધાન સાથે મુલાકાત, NIA અથવા ATSને ઘટનાની તપાસની માગ કરી હતી. પ્રશાસને લેખિત મંજૂરી બાદ પરિવારે અંતિમ સંસ્કાર કર્યો હતો.