હરિયાણાઃ આસામનો એક પરિવાર હરિયાણાના હિસારના સુલખની ગામે પોતાની પુત્રીને મળવા આવ્યો હતો. બે મહિના પહેલા આવેલો સાત સભ્યોનો આ પરિવાર લોકડાઉનને કારણેે હિસારમાં જ ફસાયો છે. પોતાના વતન આસામ જવા અનેક પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ તંત્ર દ્વારા તેમને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે.
તંત્ર દ્વારા વિભિન્ન રાજ્યોમાં ફસાયેલા કર્મચારીઓને પોતાના વતન મોકલવા બસ અને ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઓનલાઈન બુકિંંગ કરાવવાનું હોય છે. આ મુજબ આસામ પરિવારે વતન જવા માટે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. આ સાથે તેમણે હેલ્પલાઈન નંબર પર કોલ કરી માહિતી મેળવી હતી. જેમાં પહેલા તો તે પરિવારને હિસારથી જ ટ્રેન હોવાનું જણાવાંયુ હતું, ત્યાર બાદ પરિવારને હેલ્પલાઈન નંબર પરથી સામેથી ફોન આવ્યો અને જણાવવામાં આવ્યું કેસ તને સામાન તૈયાર રાખજો, આસામ જવા માટે તેમને બસ લેવા આવશે, જે તમને દિલ્હી સુધી પહોંચાડશે.
ફોન પર આ માહિતી મળતાં જ પરિવારમાંં ખુશી છવાઈ ગઈ હતી. ફોનમાં મળેલી જાણકારી મુજબ મંગળવારે આખો પરિવાર સામાન પેક કરી સ્ટેશન પર રાહ જોઈ રહ્યો હતો. સવારથી સાંજ પડી તેમને ન તો કોઈ સાધન લેવા આવ્યું કે ન તો બીજી વાર ફોન આવ્યો, ત્યાર બાદ ફરી હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધતાં પરિવારને જાણવા મળ્યું કે, શનિવારે હિસારથી જ આસામ માટે ટ્રેન રવાના થશે, વધુ જાણકારી તમને પરત કોલ કરી જણાવવામાં આવશે, તેવી ફોનમાં વાત થઈ.
આસામનો આ પરિવાર કેટલાય સમયથી વતન પરત ફરવા મથામણ કરી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા તેમને કોઈ ચોક્કસ અને નિશ્ચિત માહિતી મળતી નથી અને તેમને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે.