ઉલ્લેખનિય છે કે, સંસદીય બોર્ડએ ભાજપનું નિર્ણાયક મંડળ છે.
વિનોદ તાવડે, ચંદ્રશેખર બાવનકુલે અને પ્રકાશ મહેતા જેવા ભૂતપૂર્વ પ્રધાનોને ટિકીટ ન દેવા પર ફટણવીસ સરકારને વખોડી હતી.
કેટલાક તજજ્ઞોનું માનવુ છે કે, આ નિર્ણયને લઇ ભાજપને કેટલીક બેઠકોનું નુકસાન થયું છે. ભાજપને 2014માં 122 બેઠક મળી હતી, જ્યારે 2019માં તે ઘટીને 105 થઇ ગઇ હતી.
ફડણવીસે સ્વીકાર કર્યો કે, વિદર્ભના પ્રમુખ નેતા બાવનકુલેને ટિકીટ ન દેવા પર તે વિસ્તારમાં પક્ષને નુકસાન પહોંચ્યું હતું.
જ્યારે, તેઓએ પણ આરોપ મુક્યો છે કે, NCP અધ્યક્ષ શરદ પવાર તેના વિરૂદ્ધ જાતિ કાર્ડ રમ્યા અને દરેક સમયે તેના વિરૂદ્ધ આક્ષેપ પણ લગાવ્યા હતાં.