જયશંકરે ન્યૂયોર્કમાં સાંસ્કૃતિક સંગઠન એશિયા સોસાયટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેઓએ કહ્યું કે, ભારતે જ્યારે કાશ્મીરમાંથી કલમ-370ની મોટાભાગની જોગવાઈઓને હટાવવાનો અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો, ત્યારે પાકિસ્તાન અને ચીનથી પ્રતિક્રિયા આવી હતી.
જમ્મુ-કાશ્મીરને મળેલ વિશેષ દરજ્જાને 5 ઓગષ્ટના રોજ હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના રાજનૈતિક સંબંધોને ઓછા કરી દીધા હતા અને ભારતીય ઉચ્ચ કમિશ્નરને પણ હાંકી કાઢવામાં આવ્યા હતાં. ચીને કાશ્મીરની સ્થિતિને ગંભીર ચિંતાનો વિષય બતાવ્યો અને કહ્યું હતું કે, સંબંધિત પક્ષોને આ મામલે સંયમ રાખવો જોઈએ અને સાવધાની સાથે કામ કરવું જોઈએ. ખાસ કરીને આ પ્રકારની કાર્યવાહીને ટાળવી જોઈએ જે એકપક્ષીય સ્થિતીમાં ફેરફાર કરે અને તણાવને વધારે છે.
જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતને પાકિસ્તાન સાથે વાત કરવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ, અમને ટેરીસ્તાન સાથે વાત કરવામાં સમસ્યા છે. તેમણે માત્ર પાકિસ્તાન જ રહેવું જોઈએ, બીજુ કંઈ પણ નહીં. કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને હટાવવાની ભારતની બાહ્ય સરહદો પર કોઈ જ અસર થઈ નથી.