વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું છે કે, વિદેશ પ્રધાન એસ જયશંકર 7-8 જુને ભૂટાન જશે. આ દરમિયાન બંને દેશ દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાવવા પર ભાર મુકશે. પોતાની યાત્રા દરમિયાન ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ સાથે મુલાકાત કરશે. તેમજ જયશંકર ડૉ ટાંડી દોરજી સાથે પણ મુલાકાત કરશે.
વિદેશ પ્રધાનની યાત્રા દરમિયાન બંને પક્ષ દ્વિપક્ષીય સંબંધો ઉચ્ચ સ્તરના વિનિમય અને આર્થિક વિકાસ તથા હાઈડ્રો પાવર સહયોગ અંગે ચર્ચા કરશે. જણાવી દઈએ કે 2014 માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ ભુટાનને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ તેમની પ્રથમ વિદેશી સફર તરીકે પસંદ કર્યું હતું.