ન્યૂઝ ડેસ્કઃ આંધ્રપ્રદેશ સરકારના પબ્લીક હેલ્થના એડવાઇઝર અને પબ્લીક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા (PHFI)ના ચેરમેન પ્રો. શ્રીનાથ રેડ્ડી સાથેની ખાસ વાતચીતના કેટલાક અવતરણો:
યુએસ અને ચીન આરોગ્યને લઈને ગંભીર પરીસ્થીતિનો સામનો કરી રહ્યા છે. ભારતમાં વાયરસને ફેલાતો રોકવા માટે ભારતે કેવા પગલા લીધા છે? લોકડાઉન પછીની પરીસ્થીતિ શું હોઈ શકે છે?
અન્ય દેશો કરતા ભારતની સ્થીતિ અલગ છે. હું લોકોને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપીશ કારણકે આ વાયરસની પ્રકૃતિ અજાણ છે. દેશવ્યાપી લોકડાઉન લાદવુ એ વખાણવાલાયક પગલુ છે. એક વાત સ્પષ્ટ છે કે આ પગલાને કારણે વાયરસને ફેલાતો અટકાવવામાં ઘણી જ મદદ મળી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે લીધેલા પગલાની ઘણી સકારાત્મક અસરો જોવા મળી છે.
ભારત જેવા 130 કરોડની વસ્તી ધરાવતા દેશ માટે હાલમાં ટેસ્ટીંગનો જે દર છે તે પુરતો છે ?
130 કરોડની વસ્તીનુ ટેસ્ટીંગ કરવુ એ લગભગ અશક્ય છે. જે લોકોને કોરોનાના હળવાથી ભારે લક્ષણો દેખાય છે તેમનું ટેસ્ટીંગ કરવુ એ યોગ્ય રીત છે. આપણા બધા જ સંસાધનો અને કર્મચારીઓને માત્ર ટેસ્ટીંગ માટે જ કામે લગાડી દેવા તે વાત પણ યોગ્ય નથી.
વાયરસ પર કાબુ મેળવવા માટે કેવા પ્રકારનું સંશોધન થઈ રહ્યુ છે?
રસી બનાવવા માટે કેટલીક ભારતીય કંપની આગળ આવી છે. વેક્સીન શોધવામાં અથવા કોઈ યોગ્ય ઉપચાર શોધવામાં 18 મહિના જેટલો સમય લાગી શકે છે. કોઈ પણ પ્રકારની દવા બનાવવા માટે ભારત સક્ષમ છે. આપણે આ પહેલા પણ ઓછી કીંમતની હીપેટાઇટીસની રસીની શોધ કરીને તેની અન્ય દેશોમાં નિકાસ કરી ચુક્યા છીએ.
શું ચીનમાં ઉદભવેલુ nCovનુ જીનેટીક મટીરીયલ ભારતમાં ઉદભવેલા મટીરીયલ કરતા અલગ છે?
જેવી રીતે Covid-19ના કીસ્સામાં થયુ તેવી રીતે જ્યારે વાયરસ મોટા પ્રમાણમાં ફાટી નીકળે ત્યારે તે વાયરસમાં પરીવર્તન આવતુ હોય છે. પરંતુ વાયરસના જીનેટીક મટીરીયલમાં પરીવર્તન આવવાની શક્યતાઓ ખુબ ઓછી હોય છે, અને જો કોઈ તફાવત હોય તો પણ તે નજીવો તફાવત હોય છે.
તબીબી સંસાધનોના ઉત્પાદનમાં વીશાખાપટ્ટનમમાં આવેલુ મેકટેક કેવી ભૂમિકા ભજવી શકે છે? ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં શું તે ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યુ છે?
મેડટેક ભવિષ્યમાં નિર્ણાયક ભૂમીકા ભજવશે. આપણે માત્ર પ્રાદેશીક વપરાશ માટે જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નીકાસ કરવા માટેના ઉત્પાદન વીશે પણ વીચારી રહ્યા છીએ. તબીબી સંસાધનોનું ઓછી કીંમતે ઉત્પાદન થઈ શકશે. ઓછી કીંમતમાં ગુણવત્તાસભર તબીબી સાધનોનું ઉત્પાદન કરવાનો આ યોગ્ય સમય છે.
એક એવી અફવા છે કે ચીનની ટેસ્ટીંગ કીટ વાયરસ ફેલાવી શકે છે?
ટેસ્ટીંગ કીટથી વાયરસ ફેલાવાની કોઈ શક્યતા નથી. પરંતુ એ ટેસ્ટીંગ કીટની ગુણવત્તા ચીંતાનું કારણ ચોક્કસ છે. આપણે એ ટેસ્ટીંગ કીટની આયાત કરતા પહેલા તેની ગુણવત્તાની ખાતરી કરવી ખુબ જરૂરી છે. આ કીટ બાબતે રાજ્ય સરકારો અંતીમ નિર્ણય લેશે.
આપણે વાયરસને ફેલાતો રોકવા માટે કેવા પ્રયત્નો કરી રહ્યા છીએ?
લોકડાઉન પછી પણ લોકોએ ખુબ સાવધાની રાખવી પડશે. જ્યાં સુધી રસીની શોધ ન થાય ત્યાં સુધી સોશીયલ ડીસ્ટન્સીંગ રાખવુ ખુબ જરૂરી બનશે. લોકડાઉન કરીને લોકોને એકબીજાના સંપર્કમાં આવવાથી રોકીને આપણે વાયરસના ફેલાવાને કાબુમાં રાખી શક્યા છીએ. પરંતુ આ વાયરસ આપણી વચ્ચે જ છે. એક કે બે વર્ષ સુધી સાવધાની રાખવા સીવાય આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. વૃદ્ધો અને અન્ય જૂથના લોકો કે જેમને ચેપ લાગવાની સંભાવના વધુ છે તેમણે આ સમય દરમીયાન ખુબ સાવધાની રાખવી રહી.
Covid-19ને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાના પ્રસ્તાવ પર તમારૂ શું માનવુ છે?
યુવા પેઢીને સ્વચ્છતા વીશે જાગૃત અને શીક્ષિત કરવી એ ખુબ સારી વાત છે. Covid-19ના ફાટી નીકળ્યા બાદ હવે એ ખુબ જરૂરી બની ગયુ છે કે બાળકોને ભવિષ્યમાં વાયરસથી કેવી રીતે બચવુ તેના વીશે જાણકારી, માહિતી અને શીક્ષણ આપવામાં આવે.