નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદ્મબરમે શનિવારે કહ્યું કે, જન સુરક્ષા કાયદો (પીએસએ) હેઠળ પીડીપી નેતા મહબૂબા મુફ્તીની કસ્ટડીને વધારવી તે કાયદાનો દુરૂપયોગ અને પ્રત્યેક નાગરિકના સંવૈધાનિક અધિકારો પર હુમલો છે. આ સાથે જ તેમણે મહબૂબાની તરત જ મુક્ત કરવાની માગ કરી છે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાને ટ્વીટ કર્યું કે, પીએસએ હેઠળ મહબૂબા મુફ્તીની કસ્ટડીને વધારવી એ કાયદાનો દુરૂપયોગ અને પ્રત્યેક નાગરિકને મળેલા સંવૈધાનિક અધિકારો પર હુમલો છે.
ચિદ્મબરમે કહ્યું કે, 61 વર્ષીય પૂર્વ મુખ્ય પ્રધાન ચોવીસ કલાક સુરક્ષા ગાર્ડની નજર હેઠળ રહેનારી વ્યક્તિ, જન સુરક્ષા માટે કઇ રીતે ખતરો છે?
પૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, પીડીપી નેતા મહબૂબાએ મુક્ત કરવાની રજૂઆતને નકારી સાચું કર્યું છે, કારણ કે, કોઇ પણ આત્મસમ્માન રાખતા નેતા આમ ન કરે.
વધુમાં તેમણે કહ્યું કે, તેમની કસ્ટડી માટે આપવામાં આવેલું એક કારણ- તેમની પાર્ટીનો લીલો રંગ- હાસ્યસ્પદ છે.
ચિદ્મબરમે કહ્યું કે, તે અનુચ્છેદ 370ને દૂર કર્યાની વિરૂદ્ધ શા માટે બોલી શકે નહીં? શું તે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભાગ નથી?
તેમણે ટ્વીટમાં કહ્યું કે, અમે જરૂરથી સામુહિક રુપથી પોતાની અવાજ ઉઠાવવી જોઇએ અને મહબૂબ મુફ્તીને તરત જ મુક્ત કરવાની માગ કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીર પ્રશાસને જન સુરક્ષા કાયદા હેઠળ પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીની કસ્ટડી શુક્રવારે ત્રણ મહીના માટે વધારવામાં આવી છે.
ગૃહ વિભાગના આદેશ અનુસાર મુફ્તી ગુપકર રોડ પર પોતાના આધિકારીક આવાસ ફેયરવ્યુ બંગાલામાં આગામી ત્રણ મહીના અને કસ્ટડીમાં જ રહેશે. આ બંગલાને ઉપ જેલ જાહેર કરવામાં આવ્યો છે.
પૂર્વ મુખ્ય પ્રધાનની હાલની કસ્ટડીનો સમય આ વર્ષે પાંચ ઓગસ્ટે ખતમ થવાનો હતો.