નવી દિલ્હી: આજથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો છે. નાણા મંત્રાલય આ અઠવાડિયે પ્રત્યક્ષ વેરામાફી યોજનાને લાગૂ કરવા માટે ઓવરટાઇમ કામ કરી રહ્યાં છે. ગત મહિને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં ભાષણમાં માફી યોજનાની જાહેરાત કરી હતી. સીબીડીટીના વરિષ્ઠ અધીકારીએ ETV BHARATને જણાવ્યું કે, 'અમે હોળી તહેવાર પહેલા યોજનાને સૂચિત કરીશુ.'
નિર્મલા સીતારમણે પોતાના બજેટના ભાષણમાં કહ્યું હતું કે, એક કરદાતાને માત્ર વિવાદીત વેરો ભરપાઇ કરવાની જરૂરિયાત રહેશે અને તેને 31 માર્ચ પહેલા ભરવા પર કોઇ પણ વ્યાજ અથવા દંડથી પુરી રીતે છૂટ મળી રહેશે. સીબીડીટીના વરિષ્ઠ અધીકારીએ ETV BHARATને જણાવ્યું કે, 'અમે માર્ચ બાદ ડિસ્કાઉન્ટની શરતોને લંબાવીશુ નહીં.'
આ તકે કેટલાક નિષ્ણાતો યોજનાનો લાભ ઉઠાવવા માટે આપેલા સમય પર પણ સવાલ ઉભા કર્યાં છે, ભલે આ અઠવાડિયે આ યોજનાને સૂચિત કરી હોય, કરદાતાઓને એક મહિના કરતા પણ ઓછો સમય લાગશે. તેઓએ કહ્યું કે, આ યોજનાનું વિવરણ પહેલાથી જ જાહેરક્ષેત્રમાં છે અને કરદાતાઓ આ યોજનાનો લાભ ઉઠાવવા માગે છે, તે પહેલાથી જ પોતાનું કામ કરી ચૂક્યા છે.