હૈદરાબાદ : તહેવારની મૌસમ આવતા જ બજારમાં રોનક વધી ગઈ છે. ખાસ કરીને મહિલાઓ માટે ભારતીય, વેસ્ટર્ન અને ઈન્ડો વેસ્ટર્ન પરિધાનથી કપડાની બજારોમાં સજેલી છે.દર વર્ષની જેમ આ વર્ષ પણ બદલતા પરિધાન અનુસાર નવી ડિઝાઈનના કપડા બજારમાં ઉપલબધ્ધ છે. પરંતુ કેટલાક એવા પરિધાન છે. જે સદાબહાર છે.એટલે કે, તે ક્યારેય ફેશનની બહાર જતા નથી અને કોઈપણ ફ્યુઝન અથવા ટ્રેડના મોહતાજ નથી.માત્ર તહેવારો જ નહી જિંદગીના કેટલાક ઉત્સવો હોય આ પરિધાન પહેરનાર વ્યક્તિ વધુ નિખરે છે.
- આ માટે જરુરી છે આ પરિધાન તમારા કબાટમાં હંમેશા હાજર હોય. ક્યો પરિધાન છે જે સદાબહાર પરિધાન છે. આવો જાણીએ.
સાડી
સાડી એક એવું ભારતીય પારંપારિક પરિધાન છે. જે ક્યારે પણ ફેશનની બહાર જતું નથી, પરંતુ ફેશન વિશ્રેષક હંમેશા સાડીને સૌથી સ્ટાઈલિશ કપડાની લીસ્ટમાં ટોર્ચ પર છે. મહિલા યુવા હોય કે. વૃદ્ધ સાડી એક એવો પરિધાન છે. જે એક જ સમયમાં તેમાં ગરીમાં અને સ્ટાઈલિશ બંન્ને લુક નિખારી ઉઠે છે. સાડી અંદાજે દરકે ભારતીય મહિલાઓના કબોટમાં હોય છે. પરંતુ બદલતા સમયની સાથે ફ્યૂઝન અને ફેશનને લઈ અલગ-અલગ સ્ટાઈલિશ અંદાજમાં સાડી પહેરવામાં આવે છે. તેમ છતાં પારંપરિક રીતે પહેરવામાં આવેલી સાડીની વાતતો અનોખી છે.
સલવાર-કમીઝ
સાડીની જેમ સલવાર -કમીઝ પણ ભારતીય મહિલાના કબોટમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. જૂના જમાનામાં સલવાર કમીઝ પંજાબી મહિલાઓ અથવા મુસ્લિમ મહિલાઓનો પરિધાન માનવામાં આવતો હતો, પરંતુ આ પરિધાન ખુબજ સુવિધાજનક તેમજ આરામ દાયક માનવામાં આવે છે. આ માટે વર્તમાન સમયમાં આ દરેક ઉંમર, વર્ગ તેમજ સમુદાયની મહિલાોની પ્રથમ પંસદ માનવામાં આવે છે.સલવાર કમીઝ એક એવો પરિધાન છે. જે ખુબ જ સ્ટાઈલમાં બજારમાં ઉપલબ્ધ્ધ છે. જે રીતે પટિયાલા સલવારની સાથે શોર્ટ કુર્તી અને હેવી દુપટ્ટો, પેન્ટ અને સલવાર બધાની સાથે પહેરી શકાય છે.
સલવાર કમીઝનું એક રુપ છે. અનારકલી ધુંટણોથી લાંબી અને કેટલીક વખત જમીન પર લહેરાતી હોય છે. જે કુર્તી તહેવારો અથવા ઉત્સ્વો માટે હંમેશાથી ભારતીય મહિલાઓની પ્રથમ પંસદ રહી છે. અનારકલીને ચુડીદાર,પજામાં, સલવાર તેમજ શરારાની સાથે પણ પહેરી શકાય છે.
લહેંગો
લગ્ન હોઈ કે પછી પારિવારિક સમારોહ કે તહેવાર લહેંગો હંમેશા દરેક ઉંમરમા ભારતીય સ્ત્રીઓ માટે પ્રથમ પસંદ છે. બજારમાં દરેક ઉંમરની મહિલાઓ તેમજ તહેવાર માટે અલગ-અલગ પ્રકારના લહેંગા મળે છે. દુલ્હન માટે લાલ રંગનો ઝરીદાર લહેંગો, પ્રથમ પસંદી હોય છે. દરેક તહેવાર માટે સિલ્ક, શિફૉન કે પછી સુતરાવ કાપડના લહેંગો બજારમાં દરેકની પસંદગી મુજબ લહેંગાની ખરીદી કરે છે.
આ સદાબહાર પરિધાન હંમેશાથી ભારતીય મહિલાઓના કબોટમાં હાજર હોય છે. તહેવારો તેમજ ઉત્સવો પર તેમની પ્રથમ પસંદ હોય છે. જે મહિલાઓના કબોટમાં આ પરિધાન ન હોય તેમણે આ પરિધાનની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે, કોઈ પણ વિચાર કર્યા વગર આ પરિધાન પહેરી શકાય છે.