ETV Bharat / bharat

ઇટીવી ભારતના અહેવાલની અસરઃ કમલેશનો મૃતદેહ દુબઇથી ભારત પરત મોકલાયો - UAE

આ ઈટીવી ભારતના અહેવાલની અસર છે, જેને કારણે કમલેશ ભટ્ટનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. કમલેશ ભટ્ટનું મોત હાર્ટ એટેકને લીધે 17 એપ્રિલે થયું હતું. તેનો મૃતદેહ દિલ્હ એરપોર્ટ સુધી આવ્યો હતો, પરંતુ ઇમિગ્રેશ સંબંધી અમુક કારણોને લીધે તેને પરત અબુધાબી લઇ જવામાં આવ્યો હતો.

Etv Bharat, Gujarati News, UAE, Kamlesh Bhatt Dead Body
Kamlesh Bhatt
author img

By

Published : Apr 27, 2020, 10:03 AM IST

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના નિવાસી કમલેશ ભટ્ટનો મૃતદેહ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેના પરિવારે પ્રાપ્ત કર્યો છે. તમને જણાવીએ તો કમલનેશનો મૃતદેહ ઇમિગ્રેશ સંબંધી અમુક કારણોને લીધે તેને પરત અબુધાબી લઇ જવામાં આવ્યો હતો. કમલેશ અબુધાબીમાં નોકરી કરતો હતો અને હાર્ટ એટેકને કારણે તેનું મોત થયું છે.

Etv Bharat, Gujarati News, UAE, Kamlesh Bhatt Dead Body
કમલેશ ભટ્ટનો મૃતદેહ વતન પરત લવાયો

મહત્વનું છે કે, કમલેશ ભટ્ટનું મોત હાર્ટ એટેકથી 17 એપ્રિલે થયું હતું. તેનો મૃતદેહ દિલ્હી એરપોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ ઇમિગ્રેશનની સમસ્યાને કારણે ફરીથી અબુધાબી મોકલવામાં આવ્યો હતો.

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના નિવાસી કમલેશ ભટ્ટના નાના ભાઇ વિમલેશ ભટ્ટે તેનો મૃતદેહ મેળવ્યો છે. ઇટીવી ભારત સાથે વાતચીતમાં કહ્યું કે, ગત્ત દિવસોમાં જે કંઇ થયું તે ભારત સરકાર માટે શર્મનાક હતું. ગૃહ મંત્રાલયની વચ્ચે સમન્વય નથી તે આના પરથી સાબિત થાય છે.

તેમણે ઇટીવી ભારતનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, 'મને ઇટીવી ભારત અને અન્ય મીડિયા પ્લેટફોર્મ્સનો સહયોગ મળવાને કારણે મારા ભાઇનો મૃતદેહ પરસ મળ્યો છે.'

આ મીડિયા જ છે, જેમણે આ મામલાને સરકારની સામે લાવ્યો છે. મને આશા છે કે, ઇટીવી ભારત પોતાના ગ્રાઉન્ડ સ્તરની પત્રકારિતા કરતું રહેશે જેથી સામાન્ય નાગરિકોનો અવાજ સરકાર સુધી પહોંચે.

વિમલેશે કહ્યું, 'હું દિલ્હી હાઈકોર્ટનો પણ આભાર માનું છું કે જેણે આ કેસમાં દખલ કરી હતી અને સરકારે મારા ભાઈનો મૃતદેહ પાછો મેળવવાની મંજૂરી આપી હતી'.

તેમણે કહ્યું કે, હું સરકારને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, તેઓએ તેમના મંત્રાલયોમાં યોગ્ય સમન્વય સ્થાપિત કરવો જોઈએ જેથી આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે બીજા કોઈની સાથે ન થાય.

વધુમાં જણાવીએ તો કેન્દ્ર સરકારે શનિવારે દિલ્હી હાઇકોર્ટને કહ્યું હતું કે, તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતમાં તે ભારતીય નાગરિકનો મૃતદેહ ક્યાં અને કઇ સ્થિતિમાં મૃત્યુ પામ્યો છે, તે સંબંધે દુતાવાસ પાસેથી માહિતી મેળવે.

કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં વિનંતી કરવામાં આવી હતી કે ભટ્ટના મૃતદેહને પાછો લાવવાની સૂચના આપવામાં આવે, જેના પર કેન્દ્ર સરકાર તેનો જવાબ આપી રહી છે.

જસ્ટિસ સંજીવ સચદેવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કેસની સુનાવણી કરી હતી

ઉલ્લેખનીય છે કે, ભટ્ટના ભાઈ વિમલેશ ભટ્ટે, જે ઉત્તરાખંડના તેહરી જિલ્લાનો છે, તેના 24 વર્ષીય ભાઈનો મૃતદેહ પાછો લાવવાની વિનંતી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.