જપયુપ: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામ અને હાઇકમાન્ડના મળેલા આશ્વાસન બાદ મંગળવારના રોજ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટ જયપુર સ્થિત પોતાના સરકારી નિવાસ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા સચિન પાયલટે પોતાના પર લાગેલા આરોપને લઈ કહ્યું કે, કોઈ પર આરોપ લગાવવો, કીચડ ફેકવું આસાન નથી, પરંતુ વાસ્તવિક્તા અને સચ્ચાઈ શું છે એ જનતા જાણે છે.
પૂર્વ ડિપ્યુટી સીએમ પાયલટે કહ્યું કે, અમે લોકોએ જે મુદ્દો ઉઠાવ્યો છે. હું ગવર્નેસ સાથે જોડાયેલો મુદ્દે લડી રહ્યો છું. લીડરશીપનો મુદ્દો હતો. નેતાઓ અને કાર્યકર્તાઓની ભાગીદારી, તેમના માન સન્માનનો મુદ્દો હતો. પાર્ટીએ બધા જ મુદ્દાઓ સાંભળી તેમના સમાધાન કરવા માટે 3 સભ્યોની કમેટી બનાવી હતી. આ કમેટી ટૂંક સમયમાં બેઠક કરી આ સમસ્યાઓનું નિરાકરણ કરશે. તેમણે કહ્યું કે, મારી જવાબદારી સૌ પ્રત્યે છે, જે ધારાસભ્યો જેસલમેરમાં છે. જયપુરમાં કે અન્ય કોઈ જગ્યાએ હું અધ્યક્ષ રહેતા મને ટિકિટ મળી અને ચૂંટણી જીતી હતી, પરંતુ જે ધારાસભ્યો મારી સાથે આવેલા ધારાસભ્યોએ પાર્ટી વિરુદ્ધો એક પણ શબ્દ કહ્યો નથી. તેમ છતાં તેમના વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યો છે, તે અનિચ્છનીય છે.
મુખ્યપ્રધાન અશોક ગહેલોતે નકારા અને નિકમ્મા કહ્યાં છે. જેના પર પાયલટે કહ્યું કે, મને ખબર છે. આ વિશે મેં કોઈ જ રિસ્પોન્સ આપ્યો નહોતો. રાજનીતિમાં તમારો વિરોધ થઈ શકે છે. તમે નાપસંદ, દુશ્મની પણ થઈ શકો છે, પરંતુ શબ્દોને દુનિયા સાંભળે છે, આ માટે મેં બધું સાંભળ્યા બાદ પણ કોઈ રિસ્પોન્સ આપ્યો નહી. આજે પણ મુખ્યપ્રધાન ગેહલોત મારાથી મોટા છે. મને તેમના પ્રત્યે આદર અને માન-સન્માન છે.
આ પહેલા મીડિયા સાથે વાત કરતા પાયલટે કહ્યું કે, મારા પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે. એસઓજીની નોટિસ મળી છે. નાયબ મુ્ખ્યપ્રઘાન રહેવા છતા બધું જ કરવામાં આવ્યું તે યોગ્ય નથી. જ્યારે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ હતા તો મારી જવાબદારી હતી. આ રીતે મુખ્યપ્રધાન તરીકે તેમની પણ એક જવાબદારી છે કે, જો કોઈ ગતિરોધ છે તો દૂર કરે.