ETV Bharat / bharat

કોરોના કહેર: 16 થી 31 જુલાઈ સુધી બિહારમાં લોકડાઉન - બિહારમાં કોરોના કેસ

બિહારમાં કોરોના વાઇરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. રોગચાળાના જોખમોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે 16 થી 31 જુલાઇ સુધી સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

કોરોના
કોરોના
author img

By

Published : Jul 14, 2020, 10:01 PM IST

પટણા: કોરોના રોગચાળાના ફેલાવાને રોકવા માટે, બિહારમાં 16 થી 31 જુલાઇ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાઇરસના વધતા જતા કેસો પછી, સરકારે સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે, મુખ્યપ્રધાન નીતીશ કુમારે તમામ સૂચનાઓ જાહેર કરી છે.

મુખ્ય સચિવ દીપક કુમારે માહિતી આપી હતી કે આ લોકડાઉન ગ્રામીણ વિસ્તારો સિવાય રાજ્યના તમામ ભાગોમાં અસરકારક રહેશે. તમામ જિલ્લાઓને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે જેથી જાહેર સ્થળોએ ભીડ ન સર્જાય.

આ ક્ષેત્રોમાં છૂટ મળશે

  • નિર્માણ કાર્ય ચાલુ રહેશે
  • કાર્ગો વાહનોને લોકડાઉનથી અલગ રાખવામાં આવશે
  • ફ્લાઇટ અને ટ્રેનોનું સંચાલન ચાલુ રહેશે
  • બસ બંધ રહેશે, ઓટો-ટેક્સીઓ ચાલુ રહેશે
  • હોસ્પિટલ, બેન્ક, વીમા કચેરી અને એટીએમ સેવા પહેલાની જેમ ચાલુ રહેશે
  • સરકારી કચેરીના કાર્યકરો, તબીબી કર્મચારીઓ અને અન્ય કટોકટી સેવાઓથી જોડાયેલા લોકો આઇ-કાર્ડ દ્વારા મુસાફરી કરી શકેશે

શું ખુલ્લુ રહેશે અને શું બંધ

  • બિહાર સરકારે જાહેર કરેલા લોકડાઉનમાં રાશન, શાકભાજી-ફળ અને મેડિકલ સાથે જોડાયેલા તમામ સંસ્થાઓ અને દુકાનો ખુલ્લી રહેશે.
  • ટેમ્પો, બસ અને અન્ય ટ્રેનો જેવા મુસાફરોના વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કાર્ગો વાહનો પહેલાની જેમ દોડશે.
  • કોઈ સમારંભનું આયોજન કરવામાં આવશે નહીં. રાજ્યના તમામ ધાર્મિક સ્થળો એટલે કે મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચ બંધ રહેશે.
  • પહેલાની જેમ અનેક નિયંત્રણો લાગુ રહેશે
  • બધા ધાર્મિક સ્થળો ફરી બંધ કરાયા છે.
  • એક દિવસમાં બે તબક્કામાં આવશ્યક માલ સાથેની દુકાન ખોલવાની મંજૂરી
  • ફળ અને શાકભાજી અને માંસ અને માછલીની દુકાનો સવારે 6 થી 10 દરમિયાન ખુલશે
  • બીજી પાળીમાં દુકાનો સાંજે 4 થી 7 સુધી જ ખુલશે
  • બધા સિનેમા હોલ, શોપિંગ મૉલ, જીમ, સ્વિમિંગ પુલ, એમ્યુઝમેન્ટ પાર્ક, થિયેટરો, બાર અને ઓડિટોરિયમ બંધ રહેશે

આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, બિહારમાં 1 હજાર 432 નવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની પુષ્ટિ થઈ છે. બિહારમાં કોરોનાના 18 હજાર 853 કેસ નોંધાઇ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.