શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે ગોળીબારી થઈ હતી. જેમાં જવાનોએ 4 આંતકીઓને ઠાર માર્યા છે.
નોંધનીય છે કે, અનંતનાગમાં વધી રહેલી હિંસક અથડામણને અટકાવવાના ભાગરૂપે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આ સાથે જ લોક રક્ષાને ધ્યાનમાં રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.