કાંકેર: છત્તીસગઢની સરહદથી જોડાયેલા મહારાષ્ટ્રના ગડચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં 8 લાખનું ઇનામ ધરાવતો નક્સલવાદી માર્યા ગયો છે.આ એન્કાઉન્ટર એટાપલ્લી તહસીલના યેલદડમીના જંગલોમાં આ એન્કાફન્ટર થયું છે. વિસ્તારમાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
ગડચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 8 લાખનું ઇનામ ધરાવતો નકસલી ઠાર

હેડરી પોલીસ સેન્ટરના સૈનિકોની ટીમ નક્સલ પેટ્રોલિંગ પર રવાના થઈ હતી, જ્યાં યેલદડમીના જંગલોમાં ઘેરાયેલા નક્સલીઓએ સૈનિકો ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સૈનિકોની જવાબી કાર્યવાહીમાં એક નક્સલવાદી મોતને ધાટ ઉતર્યો હતો. તે જ સમયે મોટી સંખ્યામાં નક્સલવાદી સામગ્રી મળી આવી હોવાના પણ સમાચાર છે. આ વિસ્તારમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે, સૈનિકોની ટીમ પાછી ફરી નથી, ટીમના પાછા ફર્યા બાદજ એન્કાઉન્ટરની સંપૂર્ણ વિગતો મળી શકશે.

આ એન્કાઉન્ટરમાં 8 લાખનો ઇનામ ધરાવનાર નક્સલી કમાન્ડર અભિલાશ ઉર્ફે ચંદાર માર્યો ગયો હતો. જે પેરેમિલી દલમનો કમાન્ડર હતો. નક્સલી ચંદ્ર અનેક મોટી નક્સલી ઘટનાઓમાં સામેલ હતો.
નક્સલવાદીઓએ હંગામો મચાવી રાખ્યો છે
જણાવવામાં આવેતો નક્સલવાદીઓએ આ વિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો છે, નકસલવાદીઓએ થોડા દિવસો પહેલા અહીં વન વિભાગની કચેરીમાં તોડફોડ કરી હતી અને વન કર્મચારીઓને નિર્દયતાથી માર માર્યો હતો. તેમજ થોડા દિવસો પહેલા માર્ગ નિર્માણમાં રોકાયેલા 4 વાહનોને પણ આગ ચાંપી હતી.