હૈદરાબાદ: સમગ્ર વિશ્વ કોરોનાવાઇરસની કટોકટીનો સામનો કરી રહ્યું છે, તેવા સમયે ઇમોરી યુનિવર્સિટીએ હાથ ધરેલો એક અભ્યાસ સૂચવે છે કે, કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા લગભગ તમામ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો, તેના છ દિવસની અંદર જ તેમનું શરીર વાઇરસ ન્યુટ્રલાઇઝિંગ એન્ટિબોડીઝ વિકસાવવા લાગ્યું હતું.
ઇમોરીના સંશોધકોએ વિકસાવેલું પરીક્ષણ કોવિડ-19માંથી ઉગરી ગયેલા લોકોનું કોન્વેલસેન્ટ પ્લાઝમા અન્ય લોકોને રોગપ્રતિકારકતા પૂરી પાડી શકે છે કે કેમ તથા કયા દાતા (ડોનર)નું પ્લાઝમા ઉપયોગમાં લેવું જોઇએ તે નક્કી કરવામાં પણ મદદરૂપ નીવડી શકે છે.
એન્ટિબોડીઝ એ બિમારી સામે લડત આપવાની પ્રક્રિયામાં રોગપ્રતિકારક વ્યવસ્થા દ્વારા બનાવવામાં આવતાં નાનાં પ્રોટીન છે, જે વ્યક્તિ સંક્રમિત થાય, તેના અમુક દિવસો પછી વિકસે છે અને તે વ્યક્તિને ફરીથી સંક્રમિત થા સામે રોગપ્રતિકારકતા ઊભી કરવામાં સંભવિતપણે મદદરૂપ બની શકે છે.
ઇમોરી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન એન્ડ ઇમોરી વેક્સિન સેન્ટર ખાતેના સહ-લેખક તથા આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રિક્સ ડો. મેહુલ એસ સુથારે જણાવ્યું હતું કે, આ તારણો SARS-CoV-2 સામેની રક્ષણાત્મક રોગપ્રતિકારકતા તથા એક ઇલાજ તરીકે ઇમ્યુન પ્લાઝમાના ઉપયોગ અંગેની સમજૂતી મેળવવા માટે તેમજ જરૂરી રસીઓ વિકસાવવા ક્ષેત્રે નોંધપાત્ર અસરો ધરાવે છે.
"હાલમાં હોસ્પિટલમાં દાખલ હોય તેવી વ્યક્તિઓના ન્યુટ્રિલાઇઝિંગ એન્ટિબોડી રિસ્પોન્સ પર ધ્યાન આપવાનું કાર્ય ઘણી ઓછી રિસર્ચ ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યું ચે. આ અભ્યાસ લડત પૂરી થઇ જાય, ત્યાર પછી નહીં, બલ્કે રોગપ્રતિકારક પ્રતિસાદ આપવામાં આવી રહ્યો હોય, તેની વિગતો પૂરી પાડે છે," તેમ ડોક્ટર સુથારે જણાવ્યું હતું.
અભ્યાસમાં સંશોધકોએ વાઇરસની બહાર પરના કાંટા જેવા પ્રોટીનના ભાગ – રિસેપ્ટર બાઇન્ડિંગ ડેમેઇન (આરબીડી) સામેનાં એન્ટિબોડીઝ પર ધ્યાન આપ્યું હતું.
આરબીડી માનવ કોશો પર પકડ જમાવી લે છે અને વાઇરસને પ્રવેશવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે. સંશોધકો આબીડીને સ્થાને એન્ટિબોડીઝ પર ભાર મૂકતા હતા, કારણ કે, SARS-CoV-2માં આરબીડીની સિક્વન્સ તેને સામાન્ય શરદીનું કારણ બનતા અન્ય કોરોનાવાઇરસોથી અલગ પાડે છે.
આ અભ્યાસના કો-લિડ લેખક તથા ઇમોરી સ્કૂલ ઓફ મેડિસિન ખાતે પિડીયાટ્રિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જેન્સ રેમર્ટે જણાવ્યું હતું કે, આરબીડીને લગતાં એન્ટિબોડીઝ અંગેની વિગતો રસીના વિકાસ અંગે જાણકારી મેળવવામાં મદદરૂપ બને છે.
સાથે જ તે, કોવિડ-19નો ભોગ બની ચૂકેલા લોકોના લોહીમાંથી કન્વલસેન્ટ પ્લાઝમાના સંભવતઃ શ્રેષ્ઠ ઉપયોગો નક્કી કરવામાં પણ મદદરૂપ નીવડે છે.
આ અભ્યાસમાં શરૂઆતમાં જે 44 દર્દીનાં બ્લડ સેમ્પલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો, તે દર્દીઓએ કોવિડ-19 માટે ઇમોરી યુનિવર્સિટી હોસ્પિટલ એન્ડ ઇમોરી યુનિવર્સિટી હોસ્પિટલ મિડટાઉન ખાતે સારવાર લીધી હતી.
સાથે જ, એ પણ ઉલ્લેખનીય છે કે, માર્કસ ફાઉન્ડેશને અત્યંત અસરકારક પરીક્ષણ વિકસાવવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન પૂરું પાડ્યું હતું અને લેબ્ઝ કેટલી ઝડપથી સેમ્પલ્સનું પ્રોસેસિંગ કરવામાં સક્ષમ નીવડે છે, તેનું તે ચાવીરૂપ પરિબળ રહ્યું હતું.